નિર્ણય@પાલનપુર: આરોગ્ય માટે તાત્કાલિક પ્રાઇવેટ ડોક્ટરની સેવા લેશે જિલ્લા તંત્ર

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઇ આરોગ્ય વિભાગમાં દોડધામ મચેલી છે. આ તરફ બનાસકાંઠા આરોગ્ય વિભાગે મોટી કવાયત હાથ ધરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ડીસા અને પાલનપુરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને નોકરીની ઓફર કરવામાં આવી છે. જેમાં સાંજે ચાર કલાક સવેતન ઓપીડી સેવા આપવા આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર આપના
 
નિર્ણય@પાલનપુર: આરોગ્ય માટે તાત્કાલિક પ્રાઇવેટ ડોક્ટરની સેવા લેશે જિલ્લા તંત્ર

અટલ સમાચાર, પાલનપુર 

કોરોના વાયરસને લઇ આરોગ્ય વિભાગમાં દોડધામ મચેલી છે. આ તરફ બનાસકાંઠા આરોગ્ય વિભાગે મોટી કવાયત હાથ ધરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ડીસા અને પાલનપુરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને નોકરીની ઓફર કરવામાં આવી છે. જેમાં સાંજે ચાર કલાક સવેતન ઓપીડી સેવા આપવા આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા આગામી 4 એપ્રિલે તબીબોના ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસને લઇ આરોગ્ય તંત્ર સાબદુ બન્યુ હોવાનું સામે આવ્યુ છે. એમબીબીએસની માન્ય ડીગ્રી ધરાવતા તબીબોને સવેતન ઓપીડી સેવા આપવા નિમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં ખાનગી તબીબોને અંદાજીત માસિક 30 હજાર પગાર ચુકવવાની પણ તંત્રની તૈયારી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેમાં તેમને સાંજે ચાર કલાક સેવા આપવાની રહેશે. ચોથી એપ્રિલે પાલનપુર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં યોજાશે ઇન્ટરવ્યૂ..