નિર્ણય@પાટણ: બિનજરૂરી બહાર નિકળવા-જિલ્લાની હદ ઓળંગવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ
 
નિર્ણય@પાટણ: બિનજરૂરી બહાર નિકળવા-જિલ્લાની હદ ઓળંગવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવર-જવર કરવી નહિ. મોર્નિંગ વોક કે ઇવનીંગ વોક માટે બહાર નીકળવું નહિ. તેમજ અધિકૃત સક્ષમ અધિકારીના પાસ વગરના કોઇ વ્યક્તિએ જિલ્લામાંથી કે જિલ્લામાં સરહદ પર આવન-જાવન કરવું નહિ અને જિલ્લાની હદ પાર કરવી નહિ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ હુકમ સમગ્ર પાટણ જિલ્લા વિસ્તારમાં તા.૦૬/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરજ પરના હાજર અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓ ફરિયાદ નોંધાવી શકશે. જે વ્યક્તિ સરકારી ફરજ ઉપર હોય અથવા સરકાર દ્વારા જાહેર કરેલ રોજીંદા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ-વસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલ અધિકૃત પાસ ધારકોને તેમજ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ મુજબ સમગ્ર દેશમાં તા.૨૪/૦૩/૨૦૨૦થી લોકડાઉનનો હુકમ થયેલ છે. જેથી સોશિયલ ડિસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ છતાં કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળી રહ્યા હોવાના કારણે કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ નકારી શકાય નહીં. જેથી આવા બિનજરૂરી રીતે બહાર નિકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનની ચુસ્તપણે અમલવારી માટે કરવાની થતી કાયદાકીય કાર્યવાહી અન્વયે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.