નિર્ણય@સિધ્ધપુર: સંક્રમણ રોકવા આ ગામમાં આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સંક્રમણની ચેન તોડવા હવે સિધ્ધપુર તાલુકાના ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયત દ્રારા ગામમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા લોકડાઉન જરૂરી હોઇ આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવા જણાવાયુ છે. આ સાથે જો કોઇ ગાઇડલાઇનનો ભંગ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની
 
નિર્ણય@સિધ્ધપુર: સંક્રમણ રોકવા આ ગામમાં આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સંક્રમણની ચેન તોડવા હવે સિધ્ધપુર તાલુકાના ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયત દ્રારા ગામમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા લોકડાઉન જરૂરી હોઇ આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવા જણાવાયુ છે. આ સાથે જો કોઇ ગાઇડલાઇનનો ભંગ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની પણ તૈયારી બતાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આજથી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયતે જણાવ્યુ હતુ કે, ગામમાં કોરોના વાયરસના કેસો વધુ હોવાથી તા. 1-10-2020થી 10-10-2020 સુધી લોકડાઉન કરવામાં આવે છે. જેમાં દરેક ગ્રામજનોએ જાહેર જગ્યાએ ભેગુ નહિ થવા, બિનજરૂરી ઘરની બહાર કે ગામમાં બહાર નહી ફરવા જણાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના સંક્રમણ વધતાં ખડીયાસણ ગામે સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તરફ પંચાયત દ્રારા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક નહી પહેરનારને પંચાયત દ્રારા રૂ.500 દંડ વસૂલ કરવામાં આવશે. આ સાથે ગાઇડલાઇનના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્ગવાહી કરવાની પણ તૈયારી ગ્રામ પંચાયતને બતાવી છે.