નિર્ણય@સિદ્ધપુર: કોરોના કેસમાં ઉછાળો આવતાં ગંજનું શાકમાર્કેટ 4 દિવસ બંધ

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર એપીએમસી શાકમાર્કેટને આગામી 5 જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના કોરોના એપી સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરમાં કોરોના કેસમાં ઉછાળો આવતાં નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સિદ્ધપુર શહેરમાં 5 જેટલાં કેસ એક્ટિવ છે જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કેસ એક્ટિવ છે. આથી સંક્રમણને
 
નિર્ણય@સિદ્ધપુર: કોરોના કેસમાં ઉછાળો આવતાં ગંજનું શાકમાર્કેટ 4 દિવસ બંધ

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર એપીએમસી શાકમાર્કેટને આગામી 5 જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના કોરોના એપી સેન્ટર બનેલા સિદ્ધપુર શહેરમાં કોરોના કેસમાં ઉછાળો આવતાં નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સિદ્ધપુર શહેરમાં 5 જેટલાં કેસ એક્ટિવ છે જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કેસ એક્ટિવ છે. આથી સંક્રમણને અટકાવવા સિદ્ધપુર એપીએમસી સ્થિત શાકમાર્કેટ આગામી 5 મી જુલાઈ સુધી સદંતર બંધ રાખવાનો વેપારી એશોસિએશનને આવકાદાયી નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં વધતાં કોરોના કેસને લઇ એપીએમસીના શાકમાર્કેટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સિદ્ધપુર તાલુકામાં જ કોરોના કેસની સંખ્યા 20 ઉપર પહોંચી જવા પામી છે. જેથી શાકમાર્કેટમાં આવવાથી તાલુકાનાં વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે શાકમાર્કેટના વેપારીઓએ આગામી 5મી જુલાઈને રવિવાર સુધી શાકમાર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.