હારીજઃ જાહેર રોડ પર પસાર થવા અને અવર-જવર પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ લોકડાઉનના ચુસ્ત અમલ બાબતે ખાનગી વાહનો પર તેમજ અન્ય રીતે અમુક લોકો વાજબી કારણ વગર રોડ-રસ્તાઓ પર ફરતા હોવાનું જણાઈ આવતાં, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબત તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ હારીજ તાલુકાના દુનાવાડા ગામના સમગ્ર વિસ્તારમાં જરૂરી નિયંત્રણો
 
હારીજઃ જાહેર રોડ પર પસાર થવા અને અવર-જવર પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનના ચુસ્ત અમલ બાબતે ખાનગી વાહનો પર તેમજ અન્ય રીતે અમુક લોકો વાજબી કારણ વગર રોડ-રસ્તાઓ પર ફરતા હોવાનું જણાઈ આવતાં, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબત તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ હારીજ તાલુકાના દુનાવાડા ગામના સમગ્ર વિસ્તારમાં જરૂરી નિયંત્રણો મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામના સમગ્ર વિસ્તારમાં મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી તા.૧૭ મે સુધી દુનાવાડા ગામના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર/રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.