નિર્ણય@ઉ.ગુજરાત: હવે ત્રણ જીલ્લામાં માસ્ક ફરજીયાત, જાહેરનામું આવ્યું

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યુ છે. તાજેતરમાં પાટણ જીલ્લામાં માસ્ક ફરજીયાત કરાયા બાદ આજે બનાસકાંઠા અને અરવલ્લી જીલ્લામાં માસ્ક ફરજીયાતનું જાહેરનામું આવ્યુ છે. જોકે હવેથી માસ્ક નહિ પહેરનારને પ્રથમવાર રૂ.200 રૂપિયા અને એના પછી દરેક વખતે 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે તેવુ જાહેર
 
નિર્ણય@ઉ.ગુજરાત: હવે ત્રણ જીલ્લામાં માસ્ક ફરજીયાત, જાહેરનામું આવ્યું

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યુ છે. તાજેતરમાં પાટણ જીલ્લામાં માસ્ક ફરજીયાત કરાયા બાદ આજે બનાસકાંઠા અને અરવલ્લી જીલ્લામાં માસ્ક ફરજીયાતનું જાહેરનામું આવ્યુ છે. જોકે હવેથી માસ્ક નહિ પહેરનારને પ્રથમવાર રૂ.200 રૂપિયા અને એના પછી દરેક વખતે 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે તેવુ જાહેર કરાયુ છે.

નિર્ણય@ઉ.ગુજરાત: હવે ત્રણ જીલ્લામાં માસ્ક ફરજીયાત, જાહેરનામું આવ્યું

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જીલ્લામાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યુ છે. મહાનગરોની જેમ હવે, પાટણ બાદ અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ માસ્ક ફરજીયાત કરાયુ છે. જાહેર સ્થળો અને ઘર બહાર નીકળતા લોકો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે.કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનિય છે કે, પાટણ જીલ્લાના સિધ્ધપુર અને નેદ્રા ગામમાં, બનાસકાંઠા જીલ્લાના ગઠામણ અને વાવ સાથે અરવલ્લી જીલ્લાના ભિલોડા અને ધનસુરામાં પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેને લઇ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં લોકોએ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક/રૂમાલ અથવા સ્વચ્છ કાપડથી ફરજિયાત નાક અને મોઢુ ઢાંકવાનો આદેશ કર્યો છે .માસ્ક ન પહેનાર વ્યક્તિને પ્રથમ 200 રૂપિયા અને પછી 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવશેનું જાહેરનામું બહાર પાડ્યું છે.