જાહેરનામું@સરસ્વતી: કેસો વધતાં કુંવારિકા માતાજી મેળામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ સરસ્વતી તાલુકામાં આવેલ અઘાર ગામે દર વર્ષે કુંવારિકા માતાજીનો ધાર્મિક મેળો આયોજિત કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ વર્ષે આ મેળો 11 અને 12 એપ્રિલ, 2021ના રોજ આયોજિત થવાનો હતો. વર્તમાન સમયમાં કોવિડ-19ની મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટના સૂચનથી ગુજરાત સરકારે 6 એપ્રિલ, 2021ના રોજ હુકમ
 
જાહેરનામું@સરસ્વતી: કેસો વધતાં કુંવારિકા માતાજી મેળામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સરસ્વતી તાલુકામાં આવેલ અઘાર ગામે દર વર્ષે કુંવારિકા માતાજીનો ધાર્મિક મેળો આયોજિત કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ વર્ષે આ મેળો 11 અને 12 એપ્રિલ, 2021ના રોજ આયોજિત થવાનો હતો. વર્તમાન સમયમાં કોવિડ-19ની મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટના સૂચનથી ગુજરાત સરકારે 6 એપ્રિલ, 2021ના રોજ હુકમ કરીને પ્રતિબંધો મુક્યા છે. એ સંદર્ભે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ 7 એપ્રિલ, 2021ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે યોજાનાર કુંવારિકા માતાજીના ધાર્મિક મેળામાં વધુ પ્રમાણમાં જાહેર જનતા એકસાથે ભેગા ના થાય અને કોરોના વાયરસનો ફેલાવો ના થાય એ માટે પાટણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ 11 અને 12 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર આ મેળામાં તેમજ અઘાર ગામના સમગ્ર મહેસુલી વિસ્તારમાં એકસાથે વ્યક્તિઓને ભેગા નહિ થવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સ્થળે કોઈપણ જાતના ખાણી પીણીના સ્ટોલ, લારી કે અન્ય કોઈ મનોરંજનના સાધનો પણ ગોઠવી શકાશે નહિ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ જાહેરનામું કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત કરાયેલ સરકારી અધિકારી કે કર્મચારી, આરોગ્ય વિભાગની કામગીરી સાથે સંકળાયેલ લોકોને અને સ્મશાનવિધિ માટે જનાર લોકોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો અમલ 11 એપ્રિલ, 2021ના 00:00 કલાકથી 12 એપ્રિલ, 2021ના 24:00 કલાક સુધી બંને દિવસે કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે લેખિત ફરિયાદ નોંધવા માટે તાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી અને પંચાયત તલાટી કમ મંત્રી, અઘાર ગ્રામ પંચાયતને અધિકૃત કરવામાં આવ્યા છે.