ડીસામાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો :તાપમાન 6,4 ડિગ્રી નોંધાયુ
ડીસામાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો :તાપમાન 6,4 ડિગ્રી નોંધાયુ

અટલ સમાચાર,ડીસા

ઉત્તર ગુજરાતના ડીસા ખાતે ઠંડી છેલ્લા ૧૪ વર્ષનો રેકોર્ડ તુટયો હોવાનું હવામાન વિભાગે જાહેરાત કરી હતી. રાજ્યમાં કોલ્ડવેવનો કહેર જોવા મળે છે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. જ્યાં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું હતુ. ડીસામાં ઠંડીએ 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૮ ફેબ્રુઆરીએ તાપમાનમાં 5.1 ડીગ્રીનો ઘટાડો થતા ડીસા વાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા હતા. ગુજરાતમાં કોલ્ડવેવનો કેર યથાવત છે. સૂસવાટા ભર્યા ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. રાજ્યમાં સૌથી લઘુત્તમ તાપમાન ડીસામાં નોંધાયું હતુ. હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે