આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મહેસાણા જીલ્લાની નોંધાયેલ હાઉસીંગ સહકારી મંડળીઓમાં મોટેભાગે પગારદાર કર્મચારી ન હોવાથી મંત્રી કામગીરી ચલાવતા હોય છે. જેથી સંપૂર્ણ જાણકારીના અભાવે હાઉસીંગ મંડળીના ઓડીટ સમયસર થઇ શકતા નથી. આવા સંજોગોમાં કાર્યવાહકોને રૂબરૂમાં સમજ આપી હકારાત્મક અભિગમ સાથે મંડળીના ઓડીટ સુગમતાથી પૂર્ણ થાય અને ટેકનીકલ સવાલ સાથે રૂબરૂ સમજ આપવાનું મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ઘ્વારા ગોઠવાયું હતુ.

vashishth akedamynewહાઉસીંગ મંડળીઓના ઓડીટ માટેનો કેમ્પ ર૪ જાન્યુઆરીના રોજ સવારે ૯ કલાકે ધી દેદીયાસણ ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.કેડીડ સોસાયટીના સભાખંડમાં રાખવામાં આવેલ હતો. જેમાં જીલ્લાઓના તમામ ઓડીટ સ્ટાફ તથા પેનલ ઉપરના ઓડીટરો પણ હાજર રહ્યા હતા. એપ્રિલ-ર૦૧૮થી ડીસેમ્બર ર૦૧૮ સુધી એટલે કે ૯ માસમાં 3૮૦ હાઉસીંગ મંડળીઓમાંથી ફકત ૭ર હાઉસીંગ મંડળીઓના ઓડીટ પૂર્ણ થયેલ હતા. જયારે નવ માસમાં જે કામ થયેલ ન હતુ તેના કરતા ડબલ ઓડીટ કામ એટલે કે જાન્યુઆરી ર૦૧૯ના આ કેમ્પમાં ૧૪૦ હાઉસીંગ મંડળીઓના ઓડીટ કરી દેવાયા છે.

આ અભિયાન ફેબ્રુઆરી-ર૦૧૯માં પણ ચાલુ રાખી તમામ બાકી હાઉસીંગ મંડળીઓના ઓડીટ પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવાનું આયોજન રજીસ્ટ્રાર કચેરી ઘ્વારા થઇ રહ્યું છે.

20 Oct 2020, 4:49 AM (GMT)

COVID-19 Global Stats

40,874,043 Total Cases
1,126,255 Death Cases
30,481,309 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code