દીપડો@દાંતીવાડા: ગામલોકો જોવા ગયા, ત્રણ ઉપર હુમલો, રોમાંચક વિડીયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) દાંતીવાડા પંથકમાં દીપડો આવતાં સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. ગામલોકો અને વનવિભાગ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગણતરીની સેકન્ડમાં ગાયબ થયા બાદ ગામ નજીકના ખેતરમાં દેખાયો હતો. જ્યાં દોડવા જતાં દરમ્યાન દીપડાએ કેટલાકને ઘાયલ કર્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાભીપુરા
 
દીપડો@દાંતીવાડા: ગામલોકો જોવા ગયા, ત્રણ ઉપર હુમલો, રોમાંચક વિડીયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

દાંતીવાડા પંથકમાં દીપડો આવતાં સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. ગામલોકો અને વનવિભાગ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગણતરીની સેકન્ડમાં ગાયબ થયા બાદ ગામ નજીકના ખેતરમાં દેખાયો હતો. જ્યાં દોડવા જતાં દરમ્યાન દીપડાએ કેટલાકને ઘાયલ કર્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામે દીપડો આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારે ખેતરમાં દીપડો દેખાયાની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. આથી વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સાથે દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન દીપડાને જોવા ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.દીપડો@દાંતીવાડા: ગામલોકો જોવા ગયા, ત્રણ ઉપર હુમલો, રોમાંચક વિડીયોબપોરે અચનાક દીપડો ઘાસમાંથી બહાર આવતાં લોકો વચ્ચે અફડાતફડી મચી ગઇ હતી. દીપડાએ દોડાદોડ કરતાં નજીક ઉભેલા કેટલાકને ઘાયલ કર્યા હતા. દીપડાને જોવાની તાલાવેલી વચ્ચે સ્થળ ઉપર ઘડીભર રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન દીપડાએ હુમલો કરતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. વનવિભાગે દીપડો પાંજરે કરવા મથામણ આદરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દીપડો જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં દાંતીવાડાના ડાભીપુરા નજીક આવ્યો હોવાનું મનાય છે. જ્યાં સ્થાનિક લોકોએ જોઇ જતાં વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઇ હતી. જેથી જિલ્લા વન આલમમાં પણ દીપડો પકડવા દોડધામ કરવામાં આવી હતી.