આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. ડીસાના રાણપુર રોડ નજીક ગુરૂવારે બે બાઇક અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ૧ વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. અને બીજા બે વ્યકિતઓને ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

ડીસાના રાણપુર રોડ પર ગુરૂવારે મોડી રાત્રે સત્યમ કોલ્ડ સ્ટોરેજ નજીક વાવ તાલુકાના આશુવા પી.એચ.સી કેન્દ્રમાં MPHWમાં ફરજ બજાવતા અને મુળ આણંદના રહેવાસી મયંકભાઈ મકવાણા અને તેમના મિત્ર બાઇક લઇને પસાર થતા હતા. તે દરમ્યાન તેમનું બાઇક સામેના બાઇક સાથે ટકરાતા તે નીચે પડતા તેમની ઉપર ટ્રેકટર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જોકે બીજા બે ઇજાગ્રસ્તો ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા. સમગ્ર ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક મયંકભાઇ મકવાણા વાવ તાલુકા આશુવા પી.એચ.સી કેન્દ્રમાં MPHW માં ફરજ બજાવતા હતા. અને તેઓ ડીસાના રાણપુર નજીક આવેલા કેમ્પ પર આરોગ્ય તાલીમ માટે ૪ દિવસથી તાલીમ લઇ રહયા હતા. ઘટનાની જાણ થતા ડીસા આરોગ્ય અધિકારી સહિત તાલીમાર્થીઓનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.

21 Sep 2020, 12:19 PM (GMT)

COVID-19 Global Stats

31,219,749 Total Cases
964,761 Death Cases
22,815,646 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code