આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

ડીસા તાલુકાના ભીલડી પાસેથી સંતૂર સાબુની પેટીઓ નીચે દારૂ છુપાડીને લઈ જવાતો હતો. પોલીસે અંદાજે 17  લાખથી વધુનો દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે. જેમાં કુલ 47.46 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનમાંથી મોટાભાગે બનાસકાંઠામાં થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.

ગત મોડી રાત્રે ડીસા તાલુકા ભીલડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે દારૂ ભરેલી એક શંકાસ્પદ ટ્રક ડીસાથી રાધનપુર તરફ જઇ રહી હોવાની માહિતી મળી હતી. તે ટ્રકને અટકાવી અંદર તપાસ કરતી વખતે તેમાં સંતુર સાબુની પેટીઓ નીચે દારૂની પેટીઓ સંતાડેલી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 4896 બોટલો જપ્ત કરી હતી. આ સાથે જ સાબુ અને ટ્રક સહિત કુલ 47.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે હરિયાણાનાં ટ્રક ચાલક ગુરપ્રિતસિંહ જાટ અને કુલવિંદરસિંહ જાટ સહિત બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code