આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ગુજરાત સહિત દેશભરમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસા ખાતે પણ હજારો લોકોની હાજરીમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નિકાળી પરશુરામ જયંતિનિ ઉજવણી કરવામાં આવી હતી.

ડીસા ખાતે શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણીમાં શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુ. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર અને અજરાઅમર ભગવાન પરશુરામ જન્મોત્સવ ડીસા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જય પરશુરામના નાદ સાથે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા પસાર થઈ હતી. સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો જેમા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તથા ડીસા બ્રહ્મસમાજ તમામ આગેવાનો જોડાયા હતા. ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં વિવિધ વાહનોમાં સુશોભિત ઝાંખી સાથે આકર્ષણ ઉભું કર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code