આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડીસા

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ડીસામાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા ભોજન વ્યવસ્થામાં હવે સાધુ સંતો પણ દાન આપવા આગળ આવ્યા છે. ડીસાના રામપુર મઠના કારભારી મહંત રૂપપુરીજી મહારાજ દ્વારા રૂ 15 હજાર રોકડ અને પાંચ બોરી ઘઉંનું દાન કર્યું હતું. અને પી.એમ મોદીના રાહત ફંડ માં રૂ 25 હજાર જ્યારે મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂ 21 હજાર કે.ડી મહંત આદર્શ હાઈસ્કૂલના સ્ટાફ અને ટ્રસ્ટી નિર્મલપુરી દ્વારા આપવામાં આવેલ. આમ હવે કોરોના સામે દેશ જ્યારે લડી રહ્યો છે ત્યારે આપણા સાધુ સંતો પણ સેવાકાર્યને બિરદાવવા સાથે મદદરૂપ થવા આગળ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રામપુરા મઠના સાંધ્વી નિર્મલપુરી હાજર રહી જલારામ ટ્રસ્ટને ચેક અર્પણ કરેલ જ્યારે પીએમ અને સીએમ ના ફંડ માટે ડીસા નાયબ કલેક્ટરને ચેક અર્પણ કરેલ. જોકે રામપુરા મઠના સાંધ્વી નિર્મલપુરીએ જણાવેલ કે જલારામ મંદિર દ્વારા ગરીબોને ભોજન આપવા માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. મશીન દ્વારા તૈયાર થતી રોટલી પીરસવામાં આવે છે જોકે તેમની સેવાને હું બિરદાવુ છું સાથે પીએમ અને સીએમની અપીલને સ્વીકારી અમોએ ફંડ પણ આપ્યું છે અને દરેકએ યથાશક્તિ સરકારને આવી સેવાભાવી સંસ્થાઓને મદદ કરી જોઈએ. કોરોના સામે લડવા ઘરની બહાર ન નીકળવા અને પોલીસ તેમજ તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code