ડીસા: ઝેરડા પાટિયા પાસે બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, 1 નું મોત
અટલ સમાચાર, ડીસા બનાસકાંઠામાં અકસ્માતોના વધતા જતા બનાવોમાં આજે વધુ એક અકસ્માત નોંધાયો છે. ડીસા ઝેરડા પાટિયા પાસે શુક્રવારે સવારે બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ છે. ડીસાના ઝેરડા પાટીયા પાસે શુક્રવારે સવારના સમયે એક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
Jun 14, 2019, 11:55 IST

અટલ સમાચાર, ડીસા
બનાસકાંઠામાં અકસ્માતોના વધતા જતા બનાવોમાં આજે વધુ એક અકસ્માત નોંધાયો છે. ડીસા ઝેરડા પાટિયા પાસે શુક્રવારે સવારે બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ છે.
ડીસાના ઝેરડા પાટીયા પાસે શુક્રવારે સવારના સમયે એક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી ડીસા સિવિલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.