આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતો અને આત્મહત્યાના બનાવો વધી રહયા છે ત્યારે, ડીસાના મુડેઠા ટોલટેક્સ નજીક ગુરૂવારે એક હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

ડીસાના મુડેઠા ટોલટેક્સ નજીક ગુરૂવારે પિકઅપ બોલેરો ચાલકે ગફલતભરી રીતે હંકારી એક બાઇક સવાર બાઇક સાઇડમાં મુકીને પાણીની પરબે પાણી પીવા ગયો હતો તેને અડફેટે લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેને તાત્કાલિક ડીસા સિવિલ લઇ જવાયો હતો. સમગ્ર ઘટનાની જાણ ભીલડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code