આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ડીસા પાસે વધુ એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે ઘરેથી નીકળી ગયેલા આ બંને યુવક-યુવતીની સોમવારે ભોયણના ફાટક પાસે કપાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના વાસણા-જૂનાડીસા ગામે રહેતો 20 વર્ષીય નામનો યુવક સતીષ પરમાર મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સતીષ રવિવારે ઘરેથી લાપતા હોવાથી તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે ભોયણ ગામ નજીક ફાટક પાસેથી સતીષ પરમાર અને એક યુવતીની કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ બંને પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા જ આજુબાજુના લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે ગુનો નોંધીને મૃતક યુવતીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code