ડીસા: અમિત શાહના આગમન પહેલા નગરપાલિકા સફાળી જાગી

અટલ સમાચાર,ડીસા લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે. તો રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા મતદારો વચ્ચે પહોંચી અપીલ કરી રહયા છે. બનાસકાંઠાના ડીસા ખાતે પણ ભાજપના અમિત શાહ પ્રચાર કરવા આવવાના હોવાથી ભાજપના કાર્યકરો તેમના સ્વાગત માટે કામે લાગી ગયા છે. ત્યારે ડીસા શહેરના રોડ બિસ્માર હાલતમાં હોવાથી નગરજનોને હાલાકી ભોગવી રહ્યા હતા. તેથી સ્થાનિકોએ
 
ડીસા: અમિત શાહના આગમન પહેલા નગરપાલિકા સફાળી જાગી

અટલ સમાચાર,ડીસા

લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે. તો રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા મતદારો વચ્ચે પહોંચી અપીલ કરી રહયા છે. બનાસકાંઠાના ડીસા ખાતે પણ ભાજપના અમિત શાહ પ્રચાર કરવા આવવાના હોવાથી ભાજપના કાર્યકરો તેમના સ્વાગત માટે કામે લાગી ગયા છે. ત્યારે ડીસા શહેરના રોડ બિસ્માર હાલતમાં હોવાથી નગરજનોને હાલાકી ભોગવી રહ્યા હતા. તેથી સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા નવિન રોડ અત્યાર સુધી બનાવાયો ન હતો. પરંતુ અમિત શાહ આવવાના હોવાથી નવિન રોડ બનાવવાની કામગીરીથી સ્થાનિકો અને વેપારીઓમાં આશ્ચર્યજનક આનંદની લાગણી વ્યાપી છે.

છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી પૂરી થતા રોડ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા. જેથી જાગૃત લોકો દ્વારા નવા રોડ બનાવવા માટે નગરપાલિકા થી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર ઘ્વારા આ વિષય પર કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા. પણ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે ડીસા આવવાના હોવાથી તંત્ર ઘ્વારા રાતોરાત નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેતા લોકમાં આશ્ચર્યજનક આનંદની લાગણી વ્યાપી હતી.