આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ડીસા પાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનનું રીપેરિંગ કામ શોધવા નવિન માર્ગો પર ઠેર-ઠેર ખાડા કરી દેવાયા હતા. પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે પાલિકાને સમસ્યા હાથે ન લાગતા આખો રોડ ખોદી નાખશે કે શું?

ડીસાના રીસાલા બજાર વિસ્તારમાં એક ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી દરમ્યાન પાણીની પાઇપલાઇન તુટી ગઇ હતી. જેથી રીસાલા બજાર સહિત ચારે બાજુ ગંદકીનું સામ્રાજય સર્જાયુ હતુ. જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, પાલિકાએ લીકેજની સમસ્યાને શોધવા નવિન માર્ગ પર ખાડા કર્યા છે. પરંતુ, ખાડા ખોદતી વખતે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સમગ્ર મામલે મિડીયાએ પાલિકાના સત્તાધીશોને પુછતા તેમણે જવાબ આપવાનો ટાળી ચાલતી પકડી હતી.

મહત્વનું છે કે, ડીસા રીસાલા બજારમાં સર્જાયેલ આ સમસ્યાની જાણ નગરપાલિકાને કરાતા પાલિકાના સત્તાધીશો ઘટના સ્થળે દોડી આવી લીકેજ પાઇપલાઇનની રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વધુ પડતા પાણીનાં વેડફાટનાં કારણે નગરપાલિકાનાં સ્ટાફ દ્વારા નવીન બનાવેલ રોડને બે જગ્યાએ તોડી પાણીની પાઈપલાઈનની રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદમાં પાણી છોડાતા ફરી અન્ય એક જગ્યાએ પાઈપલાઈન તૂટી જતા ઠેર-ઠેર ગંદકીના દૃશ્યો સર્જાયા હતા. જોકે ટેલીકોમ કંપનીની બેદરકારીનાં કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં પડતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. ડીસા નગરપાલિકાના સત્તાધીશો એકજ જગ્યાથી પાણીની પાઈપલાઈન તૂટી હતી અને નગરપાલિકાના સત્તાધીશો ઠેર ઠેર ખાડા ખોદી ગંદકી સર્જી રહયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. જોકે સમગ્ર સમસ્યાનો વહેલા માં વહેલી તકે જો ઉકેલ નહી આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.

28 Sep 2020, 2:22 AM (GMT)

COVID-19 Global Stats

33,303,226 Total Cases
1,002,383 Death Cases
24,634,198 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code