આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલે જ એક ઇસમનું વીજ કરંટ લાગવાથી મોત નિપજયુ હતુ. ત્યારે ગુરૂવારે ડીસાના ઘુડીયાકોટમાં એક ઇસમ લાઇટ ચાલુ કરવા જતા કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ છે. મૃતક યુવકના ૧૮ દિવસ બાદ લગ્ન હોવાથી મૃતકના પરિવારજનો અને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.

ડીસા ધુડીયાકોટના રાવળ દિનેશભાઇ નામનો યુવક લાઇટ ચાલુ કરવા જતો હતો તે દરમ્યાન કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાની જાણ થતા ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે ખસેડી હતી.મળતી માહિતિ મુજબ મૃતક દિેનેશભાઇ રાવળના ૧૮ દિવસ પછી લગ્ન થવાના હતા, પરંતુ પોતાના દિકરાની આવી અણધારી વિદાયથી પરિવાર શોકમાં ડુબી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code