આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

વેપારી મથક ડીસામાં ભેજાબાજ ટોળકી સક્રિય હોવાના પુરાવારૂપ વધુ એક ચિલઝડપનો બનાવ સામે આવ્યો છે.

ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. શહેરના હરસોલિયાવાસમાં રહેતા રાણાભાઈ મગાજી જોશી તેમની પત્ની સાથે ડૉ. પ્રવિણ ઠક્કરના દવાખાને ગયા હતા. જ્યાં સારવાર લઈ પરત ઘરે જતાં દરમ્યાન ઘરનાં ઝાંપામાં આવતા જ એક બુકાનીધારી યુવક બે તોલા સોનાની ચેન ઝુંટવી ભાગી છૂટ્યો હતો. ચીલઝડપના અચાનક બનેલા બનાવથી હેબતાઈને રાણાભાઈએ બુમાબુમ કરી હતી. જોકે ચોર યુવક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

ચિલઝડપના પ્રયાસમાં ચોરે ધક્કો મારતાં રાણાભાઈને હાથે ફેક્ચર પણ થયું હતું. આ બાબતે તેમણે દક્ષિણ પોલીસ મથકે રૂ.80000ની સોનાની ચેનની ચિલઝડપની અજાણ્યા શખ્શ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે માત્ર જાણવા જોગ નોંધ કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ભેજાબાજ ટોળકીના તરખાટથી આમ પ્રજામાં ભયની લાગણી છવાઈ છે.

21 Oct 2020, 9:44 AM (GMT)

COVID-19 Global Stats

41,094,659 Total Cases
1,130,550 Death Cases
30,656,145 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code