અટલ સમાચાર, ડીસા
ગ્રાહક સુરક્ષા મંડળ અને સહયોગ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાલીમાર્થીઓને ગ્રાહક સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.


આ અંગે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સેમિનાર પ્રદર્શન અને સાહિત્ય નું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ સહયોગ સેવા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ઉપસ્થિત મહેમાનો સ્વાગત કરાયું હતું.
આ સેમિનારમાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મેનેજીંગ ટ્રસ્ટી અને ગ્રાહક ચળવળકાર કિશોર દવે, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા તોલમાપ ઇન્સ્પેક્ટર ઈશ્વરભાઈ દેસાઈ જાગૃત નાગરિક સુરક્ષા મંડળના ટ્રસ્ટી કમલેશ ઠક્કર ઉપસ્થિત રહી ગ્રાહક વર્ગના મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપી ગ્રાહક સુરક્ષા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કિશોર દવે એ પોતાની આગવી શૈલીમાં ગ્રાહકો ક્યાં છેતરાય છે, અને ગ્રાહકોને ખરીદી કરતા સમયે ધ્યાન રાખવાની બાબતો તેમજ છેતરાયા પછી કરવાની થતી કાર્યવાહીથી માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં સહયોગ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સમાજસેવી પ્રહલાદભાઈ ઠક્કર નવજીવન બી.એડ. કોલેજના અધ્યાપક પુષ્પાબેન પટેલ, જયેશભાઈ ઠક્કર, મહેશભાઈ ચૌધરી સહિત વિદ્યાર્થીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અમિતકુમાર સોલંકી તેમજ આભારવિધિ પ્રોફેસર નીરજભાઈ પરમારે કરી હતી.