આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકઅજિત રજિયાણે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.તથા એલ.સી.બી સ્ટાફના પ્રવિણસિંહ, જયપાલસિંહ,નિકુલસિંહ, તથા ધેંગાજીની ટીમેં ડીસા દક્ષિણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે ડીસા રસાલા બજાર રામાપીર મંદિર પાસે વિજયભાઈ બાબુલાલ મોદી ના રહેણાંક ઘરમાથી તેમજ ઘરની પાસે મુકેલ મહીંદ્રા પીક અપ ડાલા નં.GJ-27-X -4437 માંથી વિદેશીદારૂ કુલ બોટલ નંગ-1784 કી.રૂ 1,95,600 /- તથા મો.નંગ 4 કિં.રૂ 3500/ તથા ગાડી કી.રૂ. 4,00,000/-એમ કુલ કી,રૂ,5,99,100/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કેસમાં પોલીસે ૭ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.  જેમાં ૪ આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી તો બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચકો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલ આરોપીઓ :

(1) વિજયભાઈ બાબુલાલ મોદી રહે.રીસાલા બજાર તા.ડીસા
(2)હિતેશ લક્ષ્મીચંદભાઇ મોદી રહે.ડીસા સોની બજાર તા.ડીસા
(3)મનોજભાઈ ઇશ્વરલાલ મોદી રહે, ડીસા રસાલા બજાર તા.ડીસા
(4)ભાવેશભાઇ પ્રહલાદભાઇ મોદી રહે.પાટણની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

જોકે સમગ્ર કેસમાં નિકુલકુમાર ઉર્ફે નિકો વિનોદભાઈ મોદી રહે.ડીસા એસ.સી ડબલ્યુ હાઇસ્કૂલ પાસે તા.ડીસા, ભાવેશકુમાર અશોકભાઈ મોદી રહે.ડીસા ચન્દ્રલોક સોસાયટી તા.ડીસા, રમેશભાઇ નવાજી માળી રહે.માલગઢ તા.ડીસા હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ જેઓની વિરુદ્ધ ડીસા દક્ષિણ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code