ડીસા: ઉપસરપંચ સામે યુવતિને પ્રેમજાળમાં ફસાવ્યાની ફરીયાદથી ચકચાર

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠા જીલ્લામાં લોકસભા ચુંટણી પહેલા ભાજપના મંત્રી વિરૂધ્ધ ફરીયાદ થતા ચકચાર મચી ગઇ છે. ડિસાનાં ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ મહેશ માળીએ કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ બિભત્સ માંગણી કરતા યુવતિએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. બનાસકાંઠા ભાજપના મંત્રી અને ડિસાનાં ગેનાજી ગોળીયાના ડેપ્યુટી
 
ડીસા: ઉપસરપંચ સામે યુવતિને પ્રેમજાળમાં ફસાવ્યાની ફરીયાદથી ચકચાર

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જીલ્લામાં લોકસભા ચુંટણી પહેલા ભાજપના મંત્રી વિરૂધ્ધ ફરીયાદ થતા ચકચાર મચી ગઇ છે. ડિસાનાં ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ મહેશ માળીએ કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ બિભત્સ માંગણી કરતા યુવતિએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

બનાસકાંઠા ભાજપના મંત્રી અને ડિસાનાં ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ મહેશ વિરૂધ્ધ યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે યુવતીને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ માંગણીઓ કરતો હતો. જો તેની માંગણીઓ યુવતી ન માને તો બંન્નેની સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. ચૂંટણીનાં માહોલ દરમિયાન ભાજપનાં ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ નોંધાતા બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહયો છે.