આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા 

પ્રદુષણ ઓકતી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર બ્રેક કરવા તંત્રના ધમપછાડા વચ્ચે ઉત્તર ગુજરાતમાં લાલિયાવાડી થઇ રહી છે. પ્લાસ્ટિકની થેલીઓ સામે ડીસા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં લાચારી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.  15 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક વાપરવા સામે સરકાર દ્વારા પ્રતિબંધ છે. જોકે, ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં સરકારના પરિપત્રનું સુરસુરીયું થઇ રહયાનું બહાર આવ્યુ છે. પાલિકામાં અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં પરિણામ આવી શકતુ નથી.

ડીસા શહેરના ગાંધી ચોક અને રીસાલા બજાર વિસ્તારમાં સ્થાનિકોના ગોડાઉનમાં પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરેલો હોવાનું પણ નાગરિકો જણાવી રહયા છે. જોકે પાલિકાના સત્તાધીશો આ બાબતે ચૂપકીદી સેવી ચૂંટણીની ગતિવિધીમાં લાગી ગયા છે. અગાઉ શહેરમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકના મોટા વેપારીઓના ત્યાં આકસ્મિક દરોડા પાડી પાલિકા ઘ્વારા જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. જોકે, વર્તમાન પ્રમુખ તથા પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે કોઇ કારણોસર લાચાર બની ગયા હોવાનું ચિત્ર સામે આવ્યુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક ખાવાથી કેટલાક મૂંગા પશુઓના ભૂતકાળમાં મોત પણ નિપજ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ૧૫ માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક ઉપયોગ કરવો ગુનો હોવા છતાં ડીસા શહેરમાં બેફામ વેચાઇ રહયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code