ડીસાઃ કોર્ટનો અનાદર કરનાર PSIને દંડ ફટકારાયો, અધિકારીઓમાં સોંપો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાના ડીસા કોર્ટમાં ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજે માવસરી પોલીસ મથકના પી.એસ.આઇને કોર્ટ જુબાની આપવા હાજર ન રહેતા દંડ ફટકાર્યો છે. જેથી કોર્ટનો અનાદર કરનારા અન્ય અધિકારીઓમાં ફફડાટ અનુભવાયો છે. ડીસામાંથી મળી રહેલી માહિતી અનુસાર માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ કોર્ટના શિસ્તનો ભંગ કરતા તેમને રૂપિયા ૧૦૦નો દંડ ફટકાર્યો છે.
 
ડીસાઃ કોર્ટનો અનાદર કરનાર PSIને દંડ ફટકારાયો, અધિકારીઓમાં સોંપો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લાના ડીસા કોર્ટમાં ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજે માવસરી પોલીસ મથકના પી.એસ.આઇને કોર્ટ જુબાની આપવા હાજર ન રહેતા દંડ ફટકાર્યો છે. જેથી કોર્ટનો અનાદર કરનારા અન્ય અધિકારીઓમાં ફફડાટ અનુભવાયો છે.

ડીસાઃ કોર્ટનો અનાદર કરનાર PSIને દંડ ફટકારાયો, અધિકારીઓમાં સોંપો

ડીસામાંથી મળી રહેલી માહિતી અનુસાર માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ કોર્ટના શિસ્તનો ભંગ કરતા તેમને રૂપિયા ૧૦૦નો દંડ ફટકાર્યો છે. બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ મથકમાં મર્ડરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ટ્રાયલ જુબાની આપવા માટે કોર્ટમાં હાજર રહેવા પી.એસ.આઈ ને હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ હાજર ન રહેતા તેઓને ડીસા કોર્ટે નોટિસ ફટકારી હતી. તેમજ તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી તથા બેદરકારી દાખવી હોવાનું ડીસા કોર્ટને ધ્યાને આવતા ત્રીજી એડિશનલ સેશન જજ સી.કે. મુનશીએ શિસ્ત ભંગ બાબતે પીએસઆઇને રૂપિયા ૧૦૦નો દંડ ફટકાર્યો હતો. તેમજ તેઓ સામે જૂડીસીનિયલ ડિસિપ્લિન તથા ડેકોરેશન જાળવવા બાબતે તાલીમ આપવા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક તાલીમ માટે હુકમ કર્યો હતો.