ડીસાઃ ખોરાકની શોધમાં ગટરમાં ફસાઈ ગાય, બચાવ કરવા પાલિકા લાચાર

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકો વેપારીક્ષેત્રે હબ ગણાય છે. શહેરમાં પાલિકા વ્યવસ્થાના મોટા મોટા બણગા ફૂંકતી સ્થાનિક લોકોએ ઘણીવાર જોઈ છે. પરંતુ જરૂરિયાતના સમયે પાલિકાના ઉંણી ઉતરે છે. વાત એવી છે કે શહેરમાં એક અબોલ ગાય પાલિકાની અણઆવડતથી ગટરના પાણીમાં જઈ ફસાઈ ગઈ હતી. જેને બચાવવા તંત્ર લાચાર બનતું શહેરવાસીઓએ જોઈ લીધું છે.
 
ડીસાઃ ખોરાકની શોધમાં ગટરમાં ફસાઈ ગાય, બચાવ કરવા પાલિકા લાચાર

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકો વેપારીક્ષેત્રે હબ ગણાય છે. શહેરમાં પાલિકા વ્યવસ્થાના મોટા મોટા બણગા ફૂંકતી સ્થાનિક લોકોએ ઘણીવાર જોઈ છે. પરંતુ જરૂરિયાતના સમયે પાલિકાના ઉંણી ઉતરે છે. વાત એવી છે કે શહેરમાં એક અબોલ ગાય પાલિકાની અણઆવડતથી ગટરના પાણીમાં જઈ ફસાઈ ગઈ હતી. જેને બચાવવા તંત્ર લાચાર બનતું શહેરવાસીઓએ જોઈ લીધું છે. જેથી જીવપ્રેમીઓ નિષ્ફળ પાલિકા ઉપર રોષે ભરાયા છે. અને ગાયને બચાવવાના ભરપુર પ્રયાસો બાદ સફળતા સાંપડી હતી.

ડીસાના ગુલબાણીનગરમાં ગટરના પાણી ભરાયેલા ઠેર-ઠેર જોવા મળે છે. ગટરમાં એક ગાય ખોરાકની શોધમાં પહોંચી ગઈ હતી. અને ફસાઈ પડી હતી. જે બાદ પાલિકાને જાણ થતાં આ અબોલ પશુને કાઢવા માટે તેમની પાસે જેસીબી જેવા સામાન્ય સાધનનો અભાવ જોવા મળતાં જીવદયાપ્રેમીઓ કહી રહ્યા છે કે પાલિકા ગાયને બચાવવા નિષ્ફળ નિવડી છે. ચુંટાયેલા સભ્યો આ સમસ્યા તરફ ધ્યાન આપતા ન હોવાનું બૂમ ઉઠી છે. તો બીજી તરફ અવાર-નવાર અબોલ પશુઓ શહેરના ગટરવાળા પાણીમાં ફસાઈ પડતા હોય છે. જે બાબતે પાલિકાએ ધ્યાન આપવું જોઈએ તેવી શહેરવાસીઓમાં ચર્ચા જાગી છે.