આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠામાં જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા જીલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકએ સૂચના કરતા પો.ઇન્સ. એમ.જે.ચૌધરીને મળેલ ખાનગી બાતમી આધારે અ.હે.કો રમેશભાઇ ચૌધરી, પો.કો. અશોકભાઇ,પો.કો. શિવરામભાઇ, પો.કો વિષ્ણુભાઇ,ડ્રા.પો.કો ગણપતજી તથા ડ્રા.પો.કો ગોવિંદસીહે જુના ડીસા સીમમા ખેતરમાં પતરાના ખુલ્લ શેડ નીચે ખુલ્લામા લાઇટના અજવાળામા ત્રણ ઇસમો ભોય તળીયે ગાદલુ નાખી ટી.વી.માંનુ જીવંત પ્રસારણ જોઇ ફોન ઉપર બુકીઓએ આપેલ મેચના ભાવતાલ નક્કી કરી લેપટોપ, તેમજ મોબાઇલ સાથે રાજુ જુના ઉર્ફે રાજુ માળી ઉર્ફે રાજુભાઇ લાલાભાઇ ટાંક રહે હાલ મ.નં એફ/૯ સત્યમ શીવ સુંદરમ સોસાયટી નવા ડીસા મુળ રહે જુના ડીસા રામજી મંદીર પાસે, તેના મળતીયા માણસ, સચીન મનુભાઇ પરમાર (માળી) રહે નવા ડીસા સાંઇનાથ સોસાયટી વીરેન પાર્કની પાછળ ડીસા, તથા જતીનભાઇ ઉર્ફે રવી રાજુભાઇ માળી રહે. ડીસા ઘર નં. ૦૬ ધરતી રેસીડન્સી પીનાક પેટ્રોલપંપની બાજુમા તા. ડીસા વાળાઓ હાલમા ઇન્ડીયા તથા ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાતી ૨૦-૨૦ ઓવરની ક્રિકેટ મેચનુ ટીવીમા લાઇવ પ્રસારણ જોઇ ગ્રાહકો સાથે તથા બુકીઓ સાથે વાતોચીતો કરી શેશન તથા મેચના ભાવ કરી હાર-જીતના પરીણામ અંગે મોબાઇલ ફોનથી ક્રિકેટ મેચનો સટ્ટો પૈસાની હારજીતનો રમી રમાડતા હતા. પોલીસે રેઇડ દરમ્‍યાન ત્રણેય ઇસમો પાસે થી રોકડા રુપિયા ૩૩૫૦/- તથા મોબાઇલ નંગ ૧૯ કિ.રુ ૨૨,૫૦૦/- તથા લેપટોપ તથા કી-બોર્ડ કી.રૂ. ૨૦,૦૦૦/- તથા ટી.વી.અને સેટઅપ બોક્ષ કી.રૂ. ૩૦૦૦/- મોબાઇલ ફોનના ચાર્જર નંગ-૩ કી.રૂ. ૩૦૦/- સોની કંપનીનુ રેકોર્ડર કી.રૂ. ૫૦૦/- ટેબલ કી.રૂ. ૫૦/- એક મોટર સાયકલ કી.રૂ. ૨૫૦૦૦/- મળી કુલ કિ.રુ ૭૪૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમજ સ્થાનીક જગ્યા ભાડાથી આપનાર તેમજ કુલ ૩ (ત્રણ) બુકીઓ એમ કુલ સાત ઇસમો વિરૂધ્ધમા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

20 Sep 2020, 9:50 AM (GMT)

COVID-19 Global Stats

31,013,249 Total Cases
961,756 Death Cases
22,614,820 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code