ડીસાઃ ધન્વન્તરી હોસ્પિટલનું ઉદ્દઘાટન અને કોલેજનું ભૂમિપૂજન થયું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) વિજય રૂપાણીએ ડીસા પંથકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે બે કાર્યક્રમમાં હાજરી આપતાં જીલ્લા ભરના ભાજપી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બે પ્રસંગોથી ક્રમશઃ ગૌપ્રેમીઓ અને અભ્યાસ કરતાં યુવાનોમાં આનંદની લાગણી ઉભી થઇ હતી. ડીસા તાલુકાના ટેટોડામાં ગૌશાળા આશ્રમ ખાતે ધન્વન્તરી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં હતું. આ
 
ડીસાઃ ધન્વન્તરી હોસ્પિટલનું ઉદ્દઘાટન અને કોલેજનું ભૂમિપૂજન થયું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

વિજય રૂપાણીએ ડીસા પંથકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે બે કાર્યક્રમમાં હાજરી આપતાં જીલ્લા ભરના ભાજપી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બે પ્રસંગોથી ક્રમશઃ ગૌપ્રેમીઓ અને અભ્યાસ કરતાં યુવાનોમાં આનંદની લાગણી ઉભી થઇ હતી.

ડીસા તાલુકાના ટેટોડામાં ગૌશાળા આશ્રમ ખાતે ધન્વન્તરી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં હતું. આ સાથે જુનાડીસા ગામે યુવક સંઘ સંચાલિત ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ભૂમિપૂજન કરાયું હતું. જેનાથી યુવક -યુવતીને ઘર આંગણે કોલેજની સુવિધા અને શિક્ષણ મળી રહેશે.

આ પ્રસંગે પરબતભાઇ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, ડીસા ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા સહીતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.