આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં અને ડિસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અધિકારીઓની તાનાશાહી જોવા મળી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવે સરકારી અનાજના ગોડાઉનમાં અડદની ખરીદીને લઇ ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ખેડૂતો ને પોષણક્ષમ ભાવે મળે તે માટે સરકાર કટિબદ્ધ છે તેવી જાહેરાતો વચ્ચે શનિવારે ડીસા શહેર સરકારી અનાજના ગોડાઉનમાં ટેકાના ભાવે અડદની ખરીદીના મામલે ખેડૂતો પાસે અડદ ના ખરીદતા ખેડૂતોએ સરકારી ગોડાઉનમાં ભારે હોબાળો કર્યો હતો. ખેડુતોના જણાવ્યાનુસાર સરકારી ગોડાઉનના અધિકારીઓ ખોટા ખોટા કાયદાઓ બતાવી ખેડૂતો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે, અડદ ખરીદી માં ટેકાના ભાવે અડદ ખરીદતા અધિકારીઓ અમારી પાસે અડદ સારી હોવા છતાં છતાં રીજેક્ટ કરી હતી. જ્યારે સરકારી ગોડાઉનમાં કાંકરી અને રેતી વાળા માલનો પણ અધિકારીઓ દ્વારા સેટિંગ થી ખરીદાઈ રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે બનાસકાંઠા કલેકટર ડીસા શહેરના અનાજના ગોડાઉનમાં આકસ્મિક તપાસ કરી ખેડુતોને ન્યાય અપાવે તેવી લાગણી ખેડુતોમાં ઉદભવી રહી છે.

01 Oct 2020, 12:56 PM (GMT)

COVID-19 Global Stats

34,211,308 Total Cases
1,019,645 Death Cases
25,460,611 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code