ડીસા: પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડુતો ચિંતામાં ગરકાવ
અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાના ડીસા તાલુકામાં મંગળવારે વાદળછાયા વાતાવરણથી વરસાદી છાંટા પડ્યા છે. મંગળવારે ડીસા સહિતના તાલુકામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. જ્યારે મંગળવારે અચાનક બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતો ચિતાંતુર બની ગયા છે. ડીસામાં આજે એકાએક ભરબપોરે વરસાદી વાદળો જોવા મળ્યો હતો. એકાએક સુસવાટા મારતા ભારે પવન અને વીજળીના કડાકા સાથે ડીસા તાલુકામાં
Feb 26, 2019, 15:21 IST

અટલ સમાચાર,ડીસા
બનાસકાંઠાના ડીસા તાલુકામાં મંગળવારે વાદળછાયા વાતાવરણથી વરસાદી છાંટા પડ્યા છે. મંગળવારે ડીસા સહિતના તાલુકામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. જ્યારે મંગળવારે અચાનક બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતો ચિતાંતુર બની ગયા છે.
ડીસામાં આજે એકાએક ભરબપોરે વરસાદી વાદળો જોવા મળ્યો હતો. એકાએક સુસવાટા મારતા ભારે પવન અને વીજળીના કડાકા સાથે ડીસા તાલુકામાં વરસાદ પડતા ખેડુતો લણણી થવા આવેલ પાકની માવજત કરવા દોડાદોડીમાં લાગ્યા હતા. પલટાયેલા વાતાવરણથી જીરાના પાકને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.