આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

ગાય-ગંગા-ગીતા અને ગાયત્રી એ સનાતન હિન્દુ ધર્મના ચાર મુખ્ય સ્થંભ માનવામાં આવે છે. ત્યારે ગંગા નદીમાં દિવસેને દિવસે ગંદકી કરવામાં આવી રહી છે, હિન્દુ ધર્મના સંતો નિરંતર ગંગા નદીને સ્વચ્છ અને નિર્મળ ગંગા બનાવવામાં આવે તેવી માંગ કરી રહી છે. ત્યારે સ્વામી આત્મબોધાનંદજી ઋષિકેશ ખાતે છેલ્લા 162 દિવસથી ગંગાને અવિરલ અને નિર્મલ બનાવવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા હોવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું હતું
.

પરમ ધર્મસંસદ પણ તેમના સમર્થનમાં છે, ત્યારે એક હિન્દુ હોવાના નાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા ડીસા શહેરના સાઈબાબા મંદિર ખાતે સ્વામીજીના સમર્થનમાં અને ગંગા નદીને નિર્મલ અને અવિરલ બનાવવાની માંગ સાથે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ સનાતન હિન્દુ ધર્મના લોકોને આહવાન કરું છું કે, ધર્મની રક્ષા માટે આ ઉપવાસના આંદોલનમાં જોડાઈએ. એવું જાગૃત નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસા શહેરના ગ્રાહક સુરક્ષાના કિશોરભાઈ દવે, પ્રિતેસભાઈ શર્મા, એડવોકેટ ગંગારામ પોપટ તથા અનેક આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code