આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વંદે માતરમ મંચના અગ્રણી ડો.કમલભાઈ પંડ્યા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં સતત રાત-દિવસ સેવા આપવાનો શુભારંભ ડો.યગ્નેશભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.આવી માનવીય અને જમીની સેવામાં સક્રિય પણે જોડાઈને સેવા આપવાનું સૌભાગ્ય સાંપડવા બદલ બાલકૃષ્ણ રાવલે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. આ માટે ડૉ. કમલભાઈ પંડ્યાનો સમસ્ત બ્રહ્મસેના પરિવાર વતી બાલકૃષ્ણ રાવલે આભાર માન્યો હતો.


આ પ્રસંગે ડૉ. કમલભાઈ પંડ્યા, ડૉ. યગ્નેશભાઈ દવે, બાલકૃષ્ણ રાવલ તથા જીગરભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવોને નિયુતાબહેન વ્યાસ અને કલ્પનાબહેને સ્વતી તિલક કરી અક્ષતે વધામણાં કરી બહેનોએ શુભેચ્છા આશિર્વાદ આપ્યા હતા. ડૉ.યગ્નેશભાઈએ ડૉ.કમલભાઈ પંડ્યાને ગણેશદાદાની પ્રતિમા ભેટ અર્પણ કરી આ સેવાને બિરાવી હતી.  ડૉ.કમલભાઈ પંડ્યા આ સેવા છેલ્લા 20 વર્ષથી આપી રહ્યા છે આ માટે ઉપસ્થિત તમામે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

01 Oct 2020, 12:23 PM (GMT)

COVID-19 Global Stats

34,206,915 Total Cases
1,019,629 Death Cases
25,460,466 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code