ડીસાઃ ભુલકાઓના દિક્ષાંત સમારોહમાં ગુરુભક્તિથી છલકાઈ ઉઠી

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સમૌ પ્રાથમિક શાળામાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. સમગ્ર શાળા પરિવારે એક ટીમ બની કાર્યક્રમને વધાવી લીધો હતો અને સફળતા પણ પ્રાપ્ત કરી હતી. જોકે દિક્ષાંત સમારોહમાં ધો.8ના વિદ્યાર્થી મિત્રોને શાળાના શિક્ષકમિત્રોએ ખૂબ મહત્વપૂર્ણ ઉદબોધન કર્યા હતા. જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જણાવવામાં આવ્યું હતું કે, શાળા પરિવારે
 
ડીસાઃ ભુલકાઓના દિક્ષાંત સમારોહમાં ગુરુભક્તિથી છલકાઈ ઉઠી

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સમૌ પ્રાથમિક શાળામાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. સમગ્ર શાળા પરિવારે એક ટીમ બની કાર્યક્રમને વધાવી લીધો હતો અને સફળતા પણ પ્રાપ્ત કરી હતી. જોકે દિક્ષાંત સમારોહમાં ધો.8ના વિદ્યાર્થી મિત્રોને શાળાના શિક્ષકમિત્રોએ ખૂબ મહત્વપૂર્ણ ઉદબોધન કર્યા હતા. જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જણાવવામાં આવ્યું હતું કે, શાળા પરિવારે 1 થી 8 ધોરણ સુધી શિક્ષકમિત્રોએ એક સાચા ગુરુ, માતા અને પિતાની ભૂમિકા અદા કરી છે. શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થીઓ તેજસ્વીતા પ્રાપ્ત કરો તેવું શિક્ષણ તો શાળામાં આપવામાં આવ્યું જ છે. સાથે-સાથે ભવિષ્યના પથ પર ચાલવાની કળા પણ આ શિક્ષકમિત્રોએ પીરસી આપી છે. જેથી તમામ ભૂલકાઓ આ કાર્યક્રમથી શિક્ષકોની ગુરુભક્તિ જોઈ ચહેરાઓની તેજસ્વીતા નીરખી આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દિલીપભાઈ ચૌધરી અને શિક્ષકો મહેશભાઈ ,પ્રવીણભાઈ, બ્રિજેશભાઈ, મિત્તલબેન, જયશ્રીબેન, નયનાબેન, ઉમંગીબેન વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.