આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં ગુરૂવારે શહેરની રાજપુર પ્રાથમિક શાળામાં ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંત માળીનાં પિતાની પ્રથમ પુણ્યતિથિ હોવાથી તેમના દ્વારા નાના ભૂલકાઓને તિથીભોજન આપવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનનો મુખ્ય હેતુ પ્રશાંતભાઈ માળીના પિતાની પ્રથમ પુણ્યતિથિ હોવાથી રાજપુર પ્રાથમિક શાળામાં ગુરૂવારે ૧૦૦થી વધુ નાના બાળકોને તિથીભોજન કરાયુ હતુ.

આ પ્રસંગે રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષકો તથા આચાર્ય અને ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તિથી ભોજન આપતા શાળાના આચાર્ય સહીત શિક્ષકમિત્રોએ પ્રશાંતભાઈ માળીની કામગીરી બિરદાવી હતી અને તિથિ ભોજનનો લાભ લઇ બાળકોએ ધન્યતા અનુભવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code