ડીસાઃસ્કાય ઈન્ટરનેશનલ સ્કૂલમાં કરાટે સ્પર્ધા

અટલ સમાચાર, ડીસા ડીસા શહેરની સ્કાય ઇન્ટરનેશનલ મોનેટરી સ્કૂલમાં સંચાલકો દ્વારા નાના ભૂલકાઓને કરાટાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતી ડીસા શહેરની સ્કાય ઇન્ટરનેશનલ મોનેટરી સ્કૂલના સંચાલકો દ્વારા હંમેશા શિક્ષણ ક્ષેત્ર આગળ વધે તે હેતુસર સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અવનવા પ્રોગ્રામો કરાવી વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય
 
ડીસાઃસ્કાય ઈન્ટરનેશનલ સ્કૂલમાં કરાટે સ્પર્ધા

અટલ સમાચાર, ડીસા

ડીસા શહેરની સ્કાય ઇન્ટરનેશનલ મોનેટરી સ્કૂલમાં સંચાલકો દ્વારા નાના ભૂલકાઓને કરાટાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતી ડીસા શહેરની સ્કાય ઇન્ટરનેશનલ મોનેટરી સ્કૂલના સંચાલકો દ્વારા હંમેશા શિક્ષણ ક્ષેત્ર આગળ વધે તે હેતુસર સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અવનવા પ્રોગ્રામો કરાવી વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય રહી છે. આજે આ સ્કૂલમાં કરાટા સ્પર્ધાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓએ કરાટા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર કરવામાં આવ્યા હતા.

ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા બાળકોના અભ્યાસની સાથે સાથે તેમના શારીરિક વિકાસ અને ક્ષમતા માટે કાર્યક્રમ જેવાકે કરાટે જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી શાળામાં બાળકોને કરાટે કોચિંગ આપવામાં આવે છે અને આ બાળકો જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લે છે. મોટી સંખ્યામાં હાજર બાળકોને  કરાટે લેવલના બેલ્ટ તેમજ પ્રમાણપત્ર અપાશે.