આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એ.એ.ચૌધરી એલ.સી.બીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, લક્ષમણસિંહ ની ટીમેં ડીસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

આ દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા ઇસ્કોન મોલ પાસે ઇનોવા ગાડી નં.GJ-01-HK- 1070 પકડી તેમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-95 કી.રૂ 79460નો તથા 3 મોબાઈલ કી.રૂ.7500 ગાડી કિ.રૂ. 2,00,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.2,86,960 મળી આવેલ તેમજ ગાડીનો ચાલક પ્રતીક રણમલભાઈ વાઢીયા રહે.ટીબાવાડી ઉદયનગર જૂનાગઢને પકડી ડીસા દક્ષીણ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code