આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર)         

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ અધિક્ષકે જીલ્‍લામાં દારૂ તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે અંગે કડક અમલવારી સુચના કરતા શુકવારે પી.એલ.વાઘેલા,I/C પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી.પાલનપુરના માર્ગદર્શન મુજબ એન.એન.પરમાર, પ્રો.પો.સ.ઇ., એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્‍ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, મહેશભાઈ,જયપાલસિંહ, નરેન્દ્રસિંહ વિગેરેને ડીસાના એક ગેસ્ટહાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. 

એલસીબીને મળેલ બાતમી આધારે સ્ટાફના માણસો સાથે જુગાર ધારા ક.૬ હેઠળ મેળવેલ વોરંટ આધારે ડીસા શુભ ગેસ્ટ હાઉસમાં પંચો સાથે જુગાર  રેઇડ કરતાં જુગાર રમી રમાડનાર ઇસમો વિપુલકુમાર રમેશચંન્દ્ર ટાંક રહે. બજરંગનગર ડીસા તા.ડીસા, કાન્તિભાઈ બાબુભાઈ જાતે. માળી રહે.ગાયત્રી નગર ડીસા પાલનપુર હાઈવેરોડ તા.ડીસા, મહેશકુમાર ભીમાજી જાતે.માળી (પરમાર) રહે. કિશોરપાર્ક બીજી ગલી ડીસા તા.ડીસા મુળ રહે. માલગઢ મોટીઢાણી તા.ડીસા, જીગ્નેશકુમાર શૈલેષભાઈ જાતે. શાહ રહે. કિશોરપાર્ક સોસાયટી ડીસા તા ડીસા, નવિનભાઈ કેશવલાલ જાતે. પુરોહીત રહે. રેલ્વેસ્ટેશન રોડ ડીસા તા.ડીસા, પ્રકાશભાઈ મફાભાઈ જાતે.પુનડીયા (પરમાર) રહે.જુનાડીસા નવાપુરા તાડીસા, નામ વિપુલભાઈ વેદવ્યાસ ઓજા રહે. રેલ્વેસ્ટેશન વિશ્વકર્મા નગર ડીસા તાડીસા, જગદીશ ભેરાજી માળી રહે. માલગઢ મોટીઢાણી તા.ડીસા, હરેશ વજીર ,દિલીપભાઇ સંગ્રામજી માળી રહે. માલગઢ તા.ડીસાવાળાઓ પૈકી ઉપરોકત ૭ આરોપીઓને રોકડ રકમ રૂ. ૨૮,૬૦૦/- તથા મોબાઇલ ફોન  નંગ-૭ કિ.રૂ. ૨૮,૫૦૦/- તથા ચાદર-૧ કિ.રૂ. ૧૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૭,૨૦૦/-  તથા ગંજીપાના સાથે પકડાઇ જઇ તથા ૮ થી ૧૦ ઇસમો નાસી ગયેલ હોઇ તેઓના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪,૫, મુજબની ડીસા ઉત્તર પો.સ્ટે. ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

23 Sep 2020, 5:24 AM (GMT)

COVID-19 Global Stats

31,783,764 Total Cases
975,471 Death Cases
23,400,905 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code