આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ.એ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ મોહનસિંહ, એ.એસ.આઇ ખુમાનસિંહ, એ.એસ.આઇ રણજીતસિંહ, પીસી દિલીપસિંહની ટીમેં ડીસા રૂલર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

add bjp

આ દરમ્યાન નાના સમૌ તરફથી એક ઈકો ગાડી આવતા આડશ કરી ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતાં ગાડી ઉભી રાખતા કોર્ડન કરી ચાલકને પકડી પાડી તેનું નામઠામ પુછતા વિક્રમજી નાગજીજી મકવાણા (ઠાકોર) રહે જોરાપુરા (સમૌ) તાલુકો – ડીસા વાળા ની ઇકો ગાડી નંબર જોતા GJ- 08- CA- 0406 મા વગર પાસ પરમીટે ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઓફિસર ચોઈસની તથા હેવર્ડ્સ 5000 ટીન બિયર ની કુલ બોટલો નંગ-312 કિ.રૂ.31,200 તથા ગાડી કિ.રૂ.2,00,000 મળી કુલ મુદૃામાલ કિ.રૂ. 2,31,200નો મળી આવેલ તથા અન્ય બે આરોપી જાલમસિંગ દેવીસિંગ જાદવ અને મંગલસિંગ દેવીસિંગ જાદવ રહે- વેળાવાપુરા તાલુકો ડીસા વાળાઓએ માલ ભરાવેલ હોય જેની વિરુદ્ધ ડીસા રૂલર પો.સ્ટે પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

darda new add mehsana
Advertisement

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code