ડીસાઃ લબરમૂછીયાએ લગ્નનું દબાણ કરતાં સગીરા આત્મહત્યાનો પ્રયાસ કરવા મજબૂર

અટલ સમાચાર, બનાસકાંઠા ડીસામાં રોમિયોના ત્રાસથી એક સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રોમિયો છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો હતો. જેથી સગીરાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કોટડા ગામે બન્યો હતો. જેમાં ડીસામાં એક રોમિયો દ્વારા કોટડા ગામે રહેતી એક સગીરાને છેલ્લા ત્રણ
 
ડીસાઃ લબરમૂછીયાએ લગ્નનું દબાણ કરતાં સગીરા આત્મહત્યાનો પ્રયાસ કરવા મજબૂર

અટલ સમાચાર, બનાસકાંઠા

ડીસામાં રોમિયોના ત્રાસથી એક સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રોમિયો છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો હતો. જેથી સગીરાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કોટડા ગામે બન્યો હતો. જેમાં ડીસામાં એક રોમિયો દ્વારા કોટડા ગામે રહેતી એક સગીરાને છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર લગ્ન કરવા દબાણ કરી ત્રાસ આપવામાં આવતો હતો.

સગીરાને લગ્ન કરવા માટે રોમિયો દ્વારા અવાર નવાર દબાણ કરવામાં આવતું હતું. જો તું લગ્ન નહીં કરે તો તારા પરિવારને મારી નાખીશું તેવી ધમકીઓ રોમિયો દ્વારા આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે સગીરાએ પોતાના ઘરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ઘરે સગીરાના કાકા આવી જતા તેને આત્મહત્યા કરતા બચાવી લેવાઈ હતી. અને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાના પરિવારજનોએ એક રોમિયો તેમજ તેમના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.