ડીસાઃ મારવાડી માળી સમાજ દ્વારા ગેરનો અનેરો ઉત્સાહ મનાવાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) મારવાડી માળી સમાજ રાજસ્થાનમાં વસવાટ કરતો હતો. ત્યારબાદ ગુજરાતમાં ડીસા તાલુકાના માલગઢ ગામને રાજસ્થાનથી મારવાડી માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાની પરંપરાગત ગુજરાતના ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે
 
ડીસાઃ મારવાડી માળી સમાજ દ્વારા ગેરનો અનેરો ઉત્સાહ મનાવાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

મારવાડી માળી સમાજ રાજસ્થાનમાં વસવાટ કરતો હતો. ત્યારબાદ ગુજરાતમાં ડીસા તાલુકાના માલગઢ ગામને રાજસ્થાનથી મારવાડી માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાની પરંપરાગત ગુજરાતના ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે ધૂળેટીના તહેવાર નિમિત્તે ઢોલના તાલે ગેર રમવામાં આવે છે. આખો દિવસ નવ યુવાનો અને બુજુર્ગો ઢોલના તાલે હાથમાં ગેરીયા લઈ ગેર રમવામો મશગૂલ થઈ ઘેર રમીને મજા માણી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસાઃ મારવાડી માળી સમાજ દ્વારા ગેરનો અનેરો ઉત્સાહ મનાવાયો

રાજસ્થાનની પરંપરાગત મારવાડી માળી સમાજને હોળી અને ધુળેટીની વારસાઈ પરંપરાગત હજી સુધી જળવાઈ રહી છે. ત્યારે આ વર્ષે ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી અને ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અને ધાણી અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. માલગઢ ગામનો મારવાડી સમાજ મોટી સંખ્યામાં માલગઢ કૈલાશધામના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. મારવાડી માળી સમાજની પરંપરાગત જાળવી રાખવા માટે એકત્રીત થઈ હોળી અને ધુળેટી સાથે મળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મારવાડી માળી સમાજ એકત્રીત થઈ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મારવાડી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.