આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા(રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા અને ગોગાપુરા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. જેમાં મુડેઠા અને ગોગાપુરા વચ્ચે એક નાનું નાળુ બનાવવામાં આવ્યું છે. જેના કારણે અહીંયાથી પસાર થવામાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ગોગાપુરા ગામની શાળામાં મુડેઠા ગામના વિધાર્થીઓને જવામાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાંકળા નાળામાં જો મોટા વાહનો પસાર થાય તો ગામના લોકોને 15 થી 20 મિનિટ સુધી રોકાઈને રહેવું પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વાર નાળુ મોટું બનાવવા માટે રેલવે અધિકારીઓને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.

વાહન ચાલક ભીખુસિંગ રાઠોડે જણાવ્યુ હતુ કે, મુડેઠા ગામથી અંદર ગોગાપુરા વિસ્તારમાં જતા રેલવે વિભાગ દ્વારા સાંકળુ નાળુ બનાવ્યું હોવાથી વાહન લઈને અવર જવર કરવા ખુબજ તકલીફ પડી રહી છે. અત્યારે આટલી તકલીફ ભોગવી રહ્યા છીએ ત્યારે આગામી ચોમાસા દરમ્યાન નાળામાં પાણી ભરાઇ જશે તે વખતે વાહન લઇને નીકળવુ અતિમુશ્કેલ બની શકે છે.

ગ્રામજન ઉદયસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ચોમાસાના સમયમાં ડીલીવરી કે અન્ય કારણોસર દવાખાને જવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જો આગામી દિવસોએ સાંકળુ નાળુ મોટુ નહી થાય તો આ અંગે અમો ગ્રામજનો ભેગા મળીને આગળ આંદોલન કરવાની તૈયારી કરીશું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code