ડીસા પાલિકા સ્વચ્છતામાં ઉંણી ઉતરીઃ રહીશો ગંદકીથી તૌબા-તૌબા

અટલ સમાચાર, રામજી રાયગોર બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના રાણપુર રોડ પર આવેલ જલારામ બંગ્લોઝમાં ગંદા પાણીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી આધારે ડીસાના જલારામ બંગ્લોઝ પાસે જાહેર રોડ પર ગંદુ પાણી ઠાલવવામાં આવી રહેલ છે. જેના કારણે
 
ડીસા પાલિકા સ્વચ્છતામાં ઉંણી ઉતરીઃ રહીશો ગંદકીથી તૌબા-તૌબા

અટલ સમાચાર, રામજી રાયગોર

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના રાણપુર રોડ પર આવેલ જલારામ બંગ્લોઝમાં ગંદા પાણીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ડીસા પાલિકા સ્વચ્છતામાં ઉંણી ઉતરીઃ રહીશો ગંદકીથી તૌબા-તૌબાપ્રાપ્ત માહિતી આધારે ડીસાના જલારામ બંગ્લોઝ પાસે જાહેર રોડ પર ગંદુ પાણી ઠાલવવામાં આવી રહેલ છે. જેના કારણે અવર-જવર કરતા લોકોને ચાલવાની તકલીફો પડે છે. લગ્ન પ્રસંગ હોઈ કે ઘરે મહેમાન આવે તો પણ વિચારવું પડે છે. એક તરફ ભારત દેશ સ્વચ્છ ભારતના સપના સેવી રહ્યું છે તો બીજી તરફ ડીસા પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈ સ્વચ્છતાના ધજીયા ઉડી રહેલ છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, મત માંગવા બે હાથ જોડી કરગરતા વોર્ડના સભ્ય પણ ગાયબ થઈ ગયા હોય તેમ સોસાયટીની મુલાકાત લેવાનો તેમની પાસે સમય જ નથી. રોજ ગંદકીની પારાયણથી હારી-થાકી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે જેનુ પરિણામ પણ શૂન્ય મળેલ છે.

Video:

ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી લોકોને બિમારીમાં સપડાવું પડે છે. જ્યારે તાજેતરમાં જ વડગામના હડમતીયા ગામમાં સ્વાઈન ફ્લૂના કારણે એક યુવાનનું મૃત્યુ થયું છે. તેનું ઉદાહરણ લઈ પાલિકા ઝડપથી આ સમસ્યાનો નિકાલ લાવે તેમ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.