આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા

સમગ્ર ભારતમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ડીસાનું નવુ આધુનિક બસ સ્ટેન્ડમાં અધિકારીઓની નિષ્ફળતાના લીધે ઘીમેઘીમે નર્કાગાર બની રહ્યુ હોવાની સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે.

બનાસકાંઠાના ડીસા નવા બસ સ્ટેન્ડમાં ગંદકી સાથે વારંવાર શૌચ કુવા ઉભરાતા હોવાથી મુસાફરોના આરોગ્યને પણ નુકશાન પહોંચી રહયુ હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. તો વળી, બસ સ્ટેન્ડની બધી બાજુ ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા હોવા છતાં બસ સ્ટેન્ડના સતાઘિશો આંખ આડા કાન કરી રહ્યા છે.

બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનોમાં વેચાતા પાણીના પાઉચ,નમકીન તથા ગુટખા-પાનમસાલાનો લોકો દુરુપયોગ કરીને રસ્તા વચ્ચે ફેકી દેતા નજરે પડી રહ્યા છે. જેના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગદકીના ઢગ ખડકાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, ડીસા નવા બસ સ્ટેન્ડમાં સફાઈ કામદારોની પણ અછત જોવાઈ રહી છે. આટલું મોટા આધુનિક બસ સ્ટેન્ડમાં માત્ર પાંચ સફાઈ કામદારો ફરજ બજાવે છે. જેમને બસ સ્ટેન્ડ વિભાગ તરફથી એક સફાઈ કામદાર દીઠ 300 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. જયારે 5 સફાઈ કામદારોને દૈનિક 1500 રૂપિયા ચુકવામા આવે છે. એટલે કે માસીક 45,000નો પગાર સફાઈ કામદારોને એસટી વિભાગ દ્વારા ચુકવામા આવે છે. છતાં પણ સાફસફાઈનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી મુસાફરો લાલઘુમ બન્યા છે.

ડીસા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે,ડીસાના ઈન્ચાર્જ ડેપો મેનેજર આંખે પાટા બાંધીને બેઠા હોય તેવુ દેખાઈ રહ્યું છે. વારંવાર ડીસા બસ સ્ટેન્ડના શૌચાલયના શૌચ કુવા ઉભરાતા હોવાથી જો નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ગટરલાઈનમાં એસ.ટી વિભાગની ગટરલાઈન જોડવામાં આપવામાં આવેતો આ સમસ્યા દૂર થઈ શકે છે. તે સંદર્ભે ડીસા એસ.ટી વિભાગ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ નિષ્ફળ ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુઘી લોકહીતમાં કોઈ ઘ્યાન રાખવામાં આવ્યું નથી.

મહત્વનું છે કે, મુસાફરો ઘ્વારા નગરપાલિકા ઉપર પણ ભારે રોષ જોવા મળી રહયો છે. મુસાફરો અને સ્થાનિકો જણાવી રહયા છે કે, શું નગરપાલિકાના ચીફ ઓફીસર કેમ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં જોડવા માગતા નથી ? શું નગરપાલિકામાં બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ ટેક્સ નથી ભરતા ? શું ડીસાનુ નવુ બસ સ્ટેન્ડ નગરપાલિકાની હદમાં નથી આવતું ? તેવા સવાલો આ વિસ્તારના વેપારીઓ તેમજ મુસાફરો નગરપાલિકાના ચીફ ઓફીસરને પુછી રહ્યા છે.

તો બીજી તરફ ડીસા બસ સ્ટેન્ડમાં સુરક્ષાનો અભાવ હોવાનું પણ મુસાફરો જણાવી રહયા છે. રોજના હજારો મુસાફરો બસ સ્ટેન્ડમાં મુસાફરી કરી રહ્યા છે. છતાં પોલીસ વિભાગ દ્વારા મુસાફરોને કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. જોકે, આ બાબતે એસટી વિભાગ દ્વારા વારંવાર ડીસા પોલીસમાં સુરક્ષા વ્યવસ્થા માટે કાયદેસર પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી રજુઆત લેખીતમાં કરવામાં આવી હોવા છતાં પણ ડીસા બસ સ્ટેન્ડમાં આજદિન સુઘી કોઈ પોલીસ પોઈન્ટ મુકવામાં આવતો નથી. જેને લઇ મુસાફરો બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે.સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આધુનિક બસ સ્ટેન્ડ નુ લોકપાણ કરવામાં આવ્યું હતું. પરંતુ, નિષ્ફળ વહીવટીતંત્રના પાપે આ બસ સ્ટેન્ડ અત્યારે સાંજના સુમારે અસામાજિક તત્વોનુ ઠેકાણું બની ગયું હોવાનું મુસાફરો અને સ્થાનિકો જણાવી રહયા છે.

આ બધી મુશ્કેલીઓ બાબતે જીલ્લા વહીવટી તંત્ર અને એસ.ટી.નિગમના અધિકારીઓ અને જીલ્લા કલેકટર અંગત રસ લઇ તપાસ કરાવી યોગ્ય પગલા લે તેવી માંગણી મુસાફરો તથા સ્થાનિકોની ઉદભવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code