આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સોમવારે વહેલી સવારથી જ ભક્તો દ્વારા ડીસા શહેરના ભોલેનાથના મંદિરે ભારે ભીડ જોવા મળી હતી. શંકર ભગવાનના મંદીરો ખાતે ભાંગની પ્રસાદી પણ લોકોને મંદિરના સંચાલકો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે દિવસ દરમિયાન લોકો ભોલેનાથની પૂજા-અર્ચના કરી આખો દિવસ દરમિયાન ઉપવાસ કરી રાતના ભજન કથાનું પણ આયોજન ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે.


ડીસા શહેરમાં આવેલું લોધા વાસ વિસ્તારમાં વર્ષો જૂનું મહાદેવનું મંદિર ત્યાં વર્ષોથી લોધા સમાજના આગેવાનો દ્વારા ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન દિવસે પણ હર હર મહાદેવના મંદિરે લોધા સમાજ દ્વારા અખંડ જ્યોત કરી ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાશિવરાત્રીનો દિવસ ડીસામાં શિવભક્તિ ઉપરાંત સમગ્ર નગરમાં વિવિધ ભવ્ય ધાર્મિક મહોત્સવોથી ધર્મમય બની ગયો હતો. ડીસા શહેરમાં નવનિર્માણ પામેલ શ્રીનાથજી હવેલી (મંદિર), શિવાલય નવનિર્મિત રામાપીર ભગવાનના મંદિરોએ મૂર્તિ પ્રતિષ્ઠાના મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વૈષ્ણાવાચાર્યો, જૈન આચાર્ય તેમજ સંતો-મહતોનું શિવરાત્રી નિમિત્તે ડીસામાં શિવભક્તિનો અનેરો મહિમા જોવા મળ્યો હતો. ડીસા શહેરના ધાર્મિક મંદિર, જેવાકે તોપખાના મહાદેવ તેમજ રેજીમેન્ટ મહાદેવ મંદિર ખાતે આઠ પ્રહરની પૂજા અભિષેક યોજાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code