દબંગાઈ@ડીસા: રાતોરાત રોડ ઉપર બુલડોઝર ફેરવી દેતાં ચકચાર

અટલ સમાચાર, ડીસા ડીસામાં એક બિલ્ડરની દબંગાઇના અહેવાલ સામે આવી રહ્યા છે. નગરપાલિકાએ બનાવેલ રોડ ઉપર એક બિલ્ડરે બુલડોઝર ફેરવી દીધું હતું. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. બિલ્ડરે રાતના સમયે બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે કોઇ બબાલ થઇ નહોતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડિસામાં લાંબા સમયથી કોર્ટમાં બિલ્ડર અને પાલિકા
 
દબંગાઈ@ડીસા: રાતોરાત રોડ ઉપર બુલડોઝર ફેરવી દેતાં ચકચાર

અટલ સમાચાર, ડીસા

ડીસામાં એક બિલ્ડરની દબંગાઇના અહેવાલ સામે આવી રહ્યા છે. નગરપાલિકાએ બનાવેલ રોડ ઉપર એક બિલ્ડરે બુલડોઝર ફેરવી દીધું હતું. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. બિલ્ડરે રાતના સમયે બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે કોઇ બબાલ થઇ નહોતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડિસામાં લાંબા સમયથી કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડ મામલે કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે સ્થાનિક બિલ્ડર અને પાલિકા સાથે સમાધાન કરી યોગ્ય નિર્ણય લાવી દીધો હતો.

ડિસામાં રાત્રિના સમયે કરોડોના ખર્ચે જાહેર જનતા માટે પાલિકા દ્વારા રોોડ બનાવવામાં આવ્યો હતો. રોડ બનાવવાથી 15000 લોકોને અવર જવરમાં સહેલાઇ પડતી હતી. જોકે અચાનક બિલ્ડરે સમગ્ર મામલે આક્રમક વલણ બતાવ્યું છે.

રોડ બન્યા બાદ રાત્રિના સમયે રોડ ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડ્યો હતો. કોર્ટમાં બિલ્ડર અને પાલિકા વચ્ચે રોડની મિલકત મામલે સમાધાન થયું હોવા છતાં બિલ્ડરે આવું કેમ કર્યું તે મોટો પ્રશ્ન બનેલો છે.

રોડ તૂટી જવાથી અંદાજીત 15000 હજાર લોકોનો આવવા જવાનો માર્ગ ઉપર પ્રશ્ન ઉભો થયો છે. ડીસા પાલિકામાં ભાજપનું શાસન છતાં બિલ્ડરની દબંગાઇથી શહેરીજનો પણ સ્તબ્ધ બની ગયા છે. ઘટનાને લઇ ચીફ ઓફિસરે સખ્ત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.