આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા(રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજિત રજિયાણે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક, ડીસા વિભાગના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ સા.એમ.જે.ચૌધરી તથા અ.હેડ કોન્સ. દેવાભાઈ જોઇતાભાઈ તથા અ.હેડ કોન્સ સંજયદાન કેશુદાન તથા અ.પો.કો. વિષ્ણુ ભાઈ રાયમલભાઈ તથા અ.પો.કો અશોકભાઈ જગમલભાઈ તથા ડ્રા પો.કો.ગોવિંદસિંહ ખેમસિંહ સ્ટાફ સાથે ડીસા રૂરલ પો સ્ટેના કંસારી ત્રણ રસ્તા ખાતે નાકાબંધીમાં હતા. દરમ્યાન અ.પો.કો વિષ્ણુભાઈ રાયમલભાઈને બાતમી આધારે ઝેરડા બાજુથી એક સફેદ કલરની ચેવરોલેટ કંપનીની ક્રુઝ ગાડી નમ્બર Gj05 CR4275 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવનાર હોઈ જે હકીકત આધારે ગાડીને ચાલકે ઉભી ન રાખતા ગાડીનો પીછો કરતા સદરે ગાડીના ચાલકે ટ્રાફિકનો લાભ લઇ ડીસા આખોલ ચોકડીથી રાધનપુર હાઈવે જવાના તરફ ગાડી ભગાડેલ અને આગળ જતાં કૂંપટ ગામના પાટીએથી વડાવળ જવાના કાચા રસ્તામા થોડી આગળ જઈ સદર ચાલક પોતાની ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે ગાડીમાં જોતા ભારતીય બનાવટ વિદેશી દારૂની પેટીઓ નંગ 5 તથા છૂટી બોટલો નંગ 216 એમ કુલ બોટલ નંગ 276 કિંમત રૂપિયા 1,38,000 નો ગે.કા અને વગર પાસ પરમીટે રાખી તથા સેવરોલેટ ક્રુઝ ગાડીની કિંમત 2,50,000 નો કુલ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 3,88,000ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઈ સદરે ગાડી મૂકી નાસી જનાર ચાલક વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code