ડીસા: UGVCLના અધિકારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહ રેલીનું આયોજન કરાયુ
અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં શનિવારે ડીસા વિદ્યુતબોર્ડના અધિકારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વીજ કંપનીના તમામ અધિકારીઓ દ્વારા વીજ કંપનીની ઓફિસમાં એકઠા થઇ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના વિધુતબોર્ડના તમામ કર્મચારીઓ શનિવારે વહેલી સવારથી જ એક વિશાળ સંખ્યામાં ડીસા શહેરના મુખ્યમાર્ગો પર
                                          Jun 1, 2019, 14:34 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં શનિવારે ડીસા વિદ્યુતબોર્ડના અધિકારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વીજ કંપનીના તમામ અધિકારીઓ દ્વારા વીજ કંપનીની ઓફિસમાં એકઠા થઇ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના વિધુતબોર્ડના તમામ કર્મચારીઓ શનિવારે વહેલી સવારથી જ એક વિશાળ સંખ્યામાં ડીસા શહેરના મુખ્યમાર્ગો પર વીજ સલામતી સપ્તાહની રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રેલીનો મુખ્ય હેતુ વીજ કંપની દ્વારા લોકોને જાગૃત થાય જેવા કે, વિજ થાંભલાને સ્પર્શ કરી ઊભા રહેવુ નહિ, ભીના હાથે કોઈપણ ઈલેક્ટ્રીક વસ્તુને સ્પર્શ કરવો નહીં જેવા ઉમદા વિચારો સાથે ડીસા વિધુતબોર્ડના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી વીજ સલામતી સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


