આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાની ડીસા નગરપાલિકાની વધુ એકવાર ચર્ચામાં આવી છે. પાલિકાની બેદરકારી ગણો કે આળસ ડીસાના સોનીબજારમાં નવિન રસ્તાનું કામ છેલ્લા એક વર્ષથી ખોરંભે ચડયુ છે. પાલિકા ઘ્વારા નવિન રોડ માટે સિમેન્ટ અને ઘૂળ નાંખેલી હોવાથી લોકોનું આરોગય પણ જોખમાઇ રહયુ છે જેને લઇ શુક્રવારે ડીસા પાલિકા ખાતે રહીશો ઢોલ-નગારા સાથે રોડ બાબતે રજૂઆત કરી હતી.

ભાજપ શાસિત ડીસા પાલિકા વારંવાર કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેતી હોય છે. આશરે એકાદ વર્ષ અગાઉ પાલિકા ઘ્વારા સોનીબજારમાં નવિન રોડની કામગિરી શરૂ કરાઇ હતી. જોકે કોઇ કારણોસર કે પછી પાલિકાની આળસના કારણે તે કામ છેલ્લા ૧ર મહિનાથી ખોરંભે ચડયુ છે. પાલિકા ઘ્વારા નવિન રોડ માટે સિમેન્ટ અને રેતી પાથરવામાં આવી હોવાથી વાહનોની અવર-જવરના કારણે લોકોનું સ્વાસ્થય પણ જોખમાઇ રહયુ હોવાનું સામે આવ્યુ છે.

ડીસા સોની બજારના રહીશો ૧ર મહિનાથી આ સમસ્યાથી કંટાળી ગયા બાદ શુક્રવારે પાલિકા ખાતે મોટી સંખ્યામાં નઘરોળ તંત્રના બહેરા કાનોમાં તેમની સમસ્યા સંભળાય તે માટે ઢોલ-નગારા સાથે રેલી કાઢી રજૂઆત કરી હતી. જોકે જોવાનું એ રહે છે કે, પાલિકા આ બાબતે કોઇ નકકર પગલા લેશે કે પછી બધુ જેમ છે તેમ જ ચાલ્યા કરશે ?

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code