આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ડીસાના રસાણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી હોવાથી ગ્રામજનો ઘ્વારા પોલીસને રજુઆત કરવામાં આવી હતી. ખુલ્લેઆમ ચાલતા દારૂના ધંધા કરનાર પાસેથી પોલીસ ઘ્વારા હપ્તા લેવાતા હોવાથી દારૂનું દૂષણ બંધ થતુ નથી. જેથી ગામની મહિલાઓ રણચંડી બની પોલીસને પોતાની ફરજ યોગ્ય રીતે કરી દારૂનું વેચાણ બંધ કરાવવા રજુઆત કરી હતી.

બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામની સરેરાશ ૧૦૦થી વધુ મહિલાઓ અચાનક ટ્રેકટર ભરી ડીસા તાલુકા પોલીસ સ્ટેશને દોડી આવી હતી. આટલી મોટી સંખ્યામાં મહિલાઓને જોઇ પોલીસ હતપ્રત બની ગઇ હતી. મહિલાઓએ ગામમાં દારૂનું દુષણ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં ઘા નાંખતા હડકંપ મચી ગયો છે. રસાણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દારૂની હાટડીઓ બંધ થવાને બદલે ફુલીફાલી રહી છે. આથી ગામમાં બાળકો અને યુવાનો ઉપર વિપરિત અસર થઇ રહી છે. ભવિષ્યની પેઢીને દારૂથી દૂર કરવા પુરૂષોને બદલે ગામની મહિલાઓ આગળ આવી છે. મહિલાઓએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો દારૂની હાટડીઓ તાત્કાલિક અસરથી બંધ નહી કરવામાં આવે તો જીલ્લા પોલીસ વડા અને છેક રાજય પોલીસ સુધી રજુઆત કરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code